• ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં ૨૦.૦૬ ઉ. અક્ષાંશવૃતથી ૨૪.૪૨, ઉ. અક્ષાંશવૃત સુધી અને ૬૮.૧૦ પૂર્વ રેખાંશવૃતથી ૭૪.૨૮ પૂર્વ રેખાંશવૃતથી ૭૪.૨૮ પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલું છે.
  • ગુજરાતને બે પ્રકારની સીમાઓ છે : ૧) જમીન સીમા અને ૨) દરિયાઈ સીમા.
  • ગુજરાતમાં આ દરિયાઈ સીમા આશરે ૧૬૦૦ કિલોમીટર લાંબી છે. અરબ સાગરમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલો છે.
  • ગુજરાતની ઉત્તર -દક્ષિણ લંબાઈ આશરે ૫૯૦ કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે ૫૦૦ કિલોમીટર જેટલી છે.ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર (ક્ષેત્રફળ) આશરે ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર જેટલો છે, જે ભારતના કુલ વિસ્તારના આશરે માત્ર ૬ ટકા જેટલો છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન છઠ્ઠુ છે.
  • ગુજરાતમાં કર્કવૃત પસાર થતું હોય તેવા પૂર્વ થી પશ્ચિમ તરફના જિલ્લાઓ : અરવલ્લી,સાબરકાંઠા,ગાંધીનગર,મહેસાણા,પાટણ,કચ્છ.
  • ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતનાં પાંચ ભાગ પડે છે.

 ૧) મેદાન પ્રદેશ

(૨) ડુંગરાળ પ્રદેશ

(૩) ઉચ્ચપ્રદેશ

(૪) રણપ્રદેશ

(૫) દરિયાકિનારાનો મેદાન પ્રદેશ.

  • ગુજરાતમાં મોટેભાગે મેદાન પ્રદેશ જોવા મળે છે. જેમાં મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતનું મેદાન ખૂબ જ ફળદ્રુપ છે.
  • ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે.

૧) ત ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ ૨) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ ૩) કચ્છનો ડુંગરાળ પ્રદેશ